આતંકીઓ સાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના DSP દેવિન્દર સિંહ પર થઈ મોટી કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહ (Devinder Singh) ને રાજ્ય પોલીસે બરતરફ કરી નાખ્યા છે. દેવિન્દર સિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહ (Devinder Singh) ને રાજ્ય પોલીસે બરતરફ કરી નાખ્યા છે. દેવિન્દર સિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે. આ ઉપરાંત અધિકારી એ વાતની પણ ભાળ મેળવી રહ્યાં છે કે દેવિન્દર કેટલા દિવસોથી આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. મંગળવારે જ દેવિન્દરને સેવાઓમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. આતંકીઓ સાથે પકડાયેલા આ ડીએસપી દેવિન્દર સિંહ એરપોર્ટ સિક્યુરિટીમાં તૈનાત હતાં. અધિકારીઓએ જણાવ્યું કે ડીએસપી આતંકીઓને ઘાટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યાં હતાં.
કુલગામથી પકડાયેલા જમ્મુ અને કાશ્મીરના ડીએસપી દેવિન્દર સિંહ સાથે પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે તેઓ લાંબા સમયથી આતંકીઓના સંપર્કમાં હતાં. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે તેઓ 2018માં પણ આ આતંકીઓને લઈને જમ્મુ ગયા હતાં. એટલું જ નહીં, તેઓ આતંકીઓને પોતાના ઘરમાં પણ શરણ આપતા હતાં. જમ્મુ અને કાશ્મીર પોલીસ હાલ દેવિન્દર અને તેની સાથે પકડાયેલા આતંકી નવીદની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડીએસપી દેવિન્દર સિંહ આ આતંકીઓના લાંબા સમયથી સંપર્કમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓએ દિલ્હી, ચંડીગઢ અને પંજાબમાં હુમલાના કાવતરા રચ્યા હતાં.
11 જાન્યુઆરીએ થઈ હતી ધરપકડ
દેવિન્દર સિંહની 11 જાન્યુઆરીના રોજ કુલગામ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક કારમાંથી ધરપકડ કરાઈ હતી. તેઓ હિજબુલ કમાન્ડર સઈદ નવીદ, એક અન્ય આતંકી રફી હૈદર અને હિજબુલના જ એક ગ્રાઉન્ડ વર્કર ઈરફાન મીરને લઈને જમ્મુ જઈ રહ્યાં હતાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
અધિકારીઓએ જણાવ્યું કે ડીએસપી આતંકીઓને ઘાટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યાં હતાં. કહેવાય છે કે ડીએસપીની મદદથી આતંકીઓ દિલ્હી આવવાના હતાં. આબાજુ ડીએસપીના ઘરેથી દરોડા દરમિયાન 5 ગ્રેનેડ અને 3 એકે-47 મળી આવી છે. ડીએસપીને આતંકીઓ સાથે પકડવાની મુહિમનું નેતૃત્વ દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી અતુલ ગોયલે કર્યું હતું અને કુલગામ પાસે આતંકીઓની કાર અટકાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે